|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ, તા.14
શાપર અને ભરૂડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા બે કારખાનામાં આજે સવારના આગ ભભુકી ઉઠી હતી જેના પગલે મશીનરી સહિત માલ-સામાન બળીને ખાખ થવા પામેલ છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે શાપર વેરાવળનાં પડવલા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલાં પ્લાસ્ટિકનાં દાણા બનાવતા જે.કે.પોલીમર્સ નામના કારખાનામાં વહેલી સવારે અચાનક આગ ફાટી નિકળતા થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.
આગમાં કારખાનાનો સેડ, પ્લાસ્ટિકનો કાચો માલ,મશીનરી સહિત સળગીને ભસ્મીભૂત થઇ ગયુ હતું. ભિષણ આગમાં સેડનાં પતરા સળગી જઇ બેન્ડ વળી ગયા હતા. આગ માં કારખાનું સળગી ગયુ હતુ.
આગનો બીજો બનાવ ભડી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલાં એમ.એમ.ફોર્જીંગમાં લાગી હતી.જેમાં આગને કારણે મશીનરી તથા શેડને નુકસાન પંહોચ્યુ હતું. બન્ને જગ્યાએ લાગેલી આગની જાણ ગોંડલ, શાપર અને રાજકોટ ફાયરબ્રિગેડ ને કરાતા ફાયર ફાઈટરો પડવલા તથા ભડી દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.