|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.14
તળાજા પંથકના કેટલાક ગામડાઓમા સિંહ દર્શન અને તેને પ્રેમ કરવાના બદલે સિંહ પ્રત્યે અને ખાસ કરીને ફોરેસ્ટ વિભાગ સામેરોષ ફેલાઈ રહ્યો છે. ગઈકાલ રાત્રે ગામની અંદર બજારમાં આવીને એક સિંહ એ ગૌવંશ નું મારણકર્યું હતું.એકસિંહ દ્વારા કઈ રીતે શિકાર કરવામાં આવે છે તેના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામા કેદ થયાહતા.
બે સાવજ ની લટાર સાથે ગામની બજારમાં મારણ કરીને મિજબાની માણવા એકજ સિંહ ગૌવંશ ને મોઢેથી પકડીને જંગલ તરફ લઈ જતોહોવાના લાઈવ દ્રશ્યો ના ફૂટેજ ગ્રામજનોએ વાયરલ કર્યાહતા.ગ્રામજનોમા રોષ હતોકે સાવજો ના કારણે વાડીએ રાત્રે જતા કે રહેતા ખેડૂતો અને ખેત મજૂરોડરે છે.
રાત્રે વાડીએ જઇ શકતા નથી.સાંજઢળ્યાબાદ શિકારની શોધમાં સાવજો ક્યારે આવીચડે તે નક્કીનહોય વહેલા સર દુકાનો બંધકરીને વેપારીઓ ઘરેજતારહેછે.જેને લઈ આર્થિક રીતે નુકશાન જાય છે.મોડીરાત્રે બાઇક જેવા વાહનોપર અચાનક હોસ્પિટલ જવાનું થાયતો બને ત્યાંસુધી સિંહના ડરથી જવાનુટાળી રહ્યાછે. ગ્રામજનોએ કહ્યુંહતુંકે ગામની અંદરજ ફોરેસ્ટ વિભાગની ઓફીસ આવેલ છે.
છતાંય ગ્રામજનો અને પશુઓની સુરક્ષા માટે ધ્યાન આપવામાં આવતુનથી. સિંહ પ્રત્યે પ્રેમ હોયશકેછે પરંતુ સ્વયંમના જીવન જોખમે સિંહ ને પ્રેમ કેમ કરવો?દિવસે ને દિવસે સિંહ ની રંજાડ વધતીજાય છે. સાવજોની રંજાડમાંથી મુક્ત કરાવવા ગ્રામજનોએ માગણી કરી છે.