www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોરઠ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર : પાક સુકાવા લાગ્યો


નદી-નાળા, કુવા, બોરમાં પાણીના સ્ત્રોત પણ સુકાયા : કપાસ, મગફળી, સોયાબીનના પાકને બચાવવા ખાતર - દવા, મજુરી ખર્ચ એળે ગયો : વરસાદની તાતી જરૂરીયાત

સાંજ સમાચાર

જુનાગઢ, તા.29
ધોરીમાસ ગણાતો જૂન માસ સંપૂર્ણપણે કોરો થાકોર જતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા ત્યારે જુલાઈ માસના પહેલા અઠવાડિયામાં સોરઠ જિલ્લામાં વાવણી લાયક અઢીથી આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ માંગરોળમાં 42 ઇંચ, કેશોદ માળિયામાં નોંધપાત્ર વરસાદ થવા પામ્યો હતો ખેડૂતોએ હશે વાવણી કરી મગફળી સોયાબીન કપાસ નું વાવેતર મોટાભાગનું કર્યું છે.

ત્યારે વાવેતર બાદ પણ માત્ર ઝાપટા રૂપે વરસાદ નોંધાયો છે હાલ શ્રાવણ માસ અડધાથી વધુ પૂર્ણતાને અરે આવી પહોંચ્યો છે ત્યારે વાવેતર કરેલ મૌલાત ને છેલ્લા એક માસથી વરસાદ ન પડતા ઉછરેલી મોલાદ હાલ મરણ પથારીએજોવા મળી રહી છે. 

ખાસ કરીને માણાવદર-વંથલી તાલુકામાં ખરીફ પાક એટલે કે ચોમાસુ પાક માં વાવેતર કરેલ મગફળી- કપાસ - નું મુખ્ય વાવેતર થવા પામ્યું છે જેમાં ખેડૂતોએ મોંઘા પડવું મગફળીનું બિયારણ રૂપિયા 2600 નું મણ લઈ વિગે દોઢ મણ એટલે કે વી કે 3900 રૂપિયા નું બિયારણ, ખાતર વિગે 2250 નું મણ તેમજ જીવાત થી બચવા માટે દાણા ન આપેલી દવા નો પટ રૂપિયા 225, વાવેતર સહિત બળદ અથવા ટ્રેક્ટરથી વિગાના 1500 રૂપિયા સહિત છ વખત નિંદામણ માટે સાચી ફેરવેલ ઉપરાંત વાવેતર કરેલ.

પાકમાં નિંદામણ ની મજૂરી એક વીઘા 1000 રૂપિયા જે અત્યાર સુધીમાં ચાર ચાર વખત નિંદામણ કરી ખર્ચ માથે ચડાવેલ તેમજ સહિતના વિવિધ રોગોની ડામવા દવાનો છંટકાવ એક વીઘે હજાર રૂપિયા જેટલો ખેડૂતોએ કરી છેલ્લા એક માસથી વરસાદની સતત ખેંચના કારણે કુવાબોરમાં રહેલા પાણી ને ખેંચી એક વીઘા 350 નો ખર્ચ કરી બે થી ત્રણ વખત પાણી મૂર્ઝાથી મોલાદને આપવામાં આવ્યો હતો હવે કુવાબોર તળાનદી નાળા ડેમ ચેક ડેમ વરસાદના વાગે કાંકરા અને ધૂળ ઉડી રહ્યા છે જમીનના તળ માં પાણી ખેંચાઈ જવા પામ્યું છે ત્યારે જગનો તાત આકાશ સામે મીટ મારીને નિરાશ થઈને જોઈ રહ્યો છે. 

હાલ જુનાગઢ જિલ્લામાં તાપમાન લઘુત્તમ અને મહત્તમ વચ્ચે છ ડિગ્રીનો જ તફાવત રહેવા પામ્યો છે સવારે અને રાત્રિના ઠંડી સામે બપોરે વૈશાખ જેવો ગરમીનો પ્રપોઝ ને કારણે મોલાદમાં રોગચાળો ઇયળ સુકાવો જોવા મળી રહ્યો છે અને ભારે પવન તેમજ ગરમીના કારણે મરણ પથારીએ પડી છે.

સતત વાદળીયું વાતાવરણ ના કારણે જીવાત નો ઉપદ્રવ દિન પ્રતિદિન વધી રહ્યો છે સવારે અને રાત્રીના શિયાળા જેવી ઠંડી હોય અને બપોરે ભારે તાપમાન વચ્ચે પારો 32 ડિગ્રીએ પહોંચી જાય છે જેને કારણે મૌલત મુર્જાવવા લાગી છે ઓલ નીનો ના કારણે સોરઠ ઉપર દુષ્કાળના વાદળો ઉતરી આવ્યા છે, હાલ બે દિવસમાં વરસાદ નહીં આવે તો ખેડૂતોએ કરેલા ખરીફ પાક નું વાવેતર લગભગ નિષ્ફળ જશે અને ખેડૂતોએ કરેલો વીઘે હજારોનો ખર્ચ પડ્યા ઉપર પાટુ સમાન ગણાશે 

સંપૂર્ણપણે દુષ્કાળ હોય તો બિયારણ ખાતર મજૂરી દવા ટ્રેક્ટર બળદ સાચી નો ખર્ચ બચી શકે જ્યારે મુલાત ઉપર કરેલો ખર્ચ સંપૂર્ણપણે માથે પડે ત્યારે ઝગનો તાત દેવામાં ડૂબી જાય તે સ્વાભાવિક છે, હાલ આભ ફાટ્યું હોય  ત્યાં થીગડું ક્યાં. દેવા જવું તે સ્થિતિ ઊભી થવા પામી છે.

 

Print