www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધોરાજીમાં કુંદનબેન સુચકનું અવસાન થતા ચક્ષુદાન કરાયું


માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ દ્વારા 453મું ચક્ષુદાન

સાંજ સમાચાર

ધોરાજી, તા.14
ધોરાજીના કુંદનબેન સુચકનું અવસાન થતા ચક્ષુદાન કરાયું હતું. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજી દ્વારા 453 મુ ચક્ષુદાન કરાયું છે.
ધોરાજી ના કુંદનબેન ગોકળદાસ સુચક નુ અવસાન થતાં પરીવાર જનો એ દુ:ખની ધડીમા પણ સ્વ કુંદનબેન ના ચક્ષુદાન કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીનાં અધીક્ષક ડો. જયેશ વેસેટીયન અને ડો,કુનાલ બંસલ અને મેડિકલ ટીમના દિપકભાઈ પારધી, દિનેશભાઇ ચુડાસમા, અને રસીકભાઇ માવાણી સહીતના ઓ એ પોતાની સેવાઓ બજાવી હતી આ તકે પ્રિતેશભાઇ સુચક, ધવલભાઈ ગઢીયા, દિપકભાઈ આહીયા, સિદ્ધાર્થભાઇ સુચક રીશીતભાઇ ગોકાણી, અને સાગરભાઇ ઝાલા સહિતના ઓં હાજર રહ્યા હતા. 

આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી એ ધોરાજીના સુચક પરીવારની સેવાઓને બિરદાવી સ્વ. કુંદનબેનને શ્રધ્ધા સુમન અર્પણ કરાયા હતા ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દેહદાન, ચક્ષુદાન અને સ્ક્રીન ડોનેશન કરવા અંગે ફોન નંબર 247 9898701774 98987 15775 અને સરકારી હોસ્પિટલ ધોરાજી 02824-220139 પર સંપર્ક કરવો જણાવાયું છે. 

Print