www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બોમ્બ અને કેમિકલ હુમલો પણ બેઅસર! દિલ્હી પહોંચી પુતિન અને જિનપિંગની દમદાર કાર


ચાલતા - ફરતા કિલ્લા Aurus Senat અને Hongqi N701 લિમોઝિન ચર્ચાના કેન્દ્રમાં

સાંજ સમાચાર

નવી દિલ્લી ખાતે યોજાયેલી BRICKS 2026 સમિટમાં ભાગ લેવા માટે વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. આ આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાફલામાં સામેલ તેમની ખાસ ગાડીઓ ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

શી જિનપિંગ Hongqi N701 કારમાં સવાર થાય છે, જ્યારે વ્લાદિમીર પુતિન પોતાની સાથે Aurus Senat લઈને આવે છે. બંને કારો ટેકનિકલ આત્મનિર્ભરતા, રાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને અભેદ્ય સુરક્ષાનું પ્રતિક છે.

♦ Aurus Senat પાવર અને સિક્યોરિટી ફીચર્સ
 * એન્જિન અને પાવરઃ 4.4-લિટર ટ્વિન-ટર્બો V8 હાઇબ્રિડ એન્જિન, જે 598 વા પાવર અને 880 Nm ટોર્ક જનરેટ કરે છે. 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ ધરાવતી આ કાર 6 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી શકે છે, જ્યારે તેની ટોપ સ્પીડ 249 કિમી/કલાક છે.
 * સુરક્ષા કવચઃ ભારે ગોળીબાર, ગ્રેનેડ અને લેન્ડમાઈન વિસ્ફોટો સામે રક્ષણ આપવા સક્ષમ.
 * ગ્લાસ અને ટાયરઃ સેન્ટીમીટરો જાડા મલ્ટી-લેયર બુલેટ-પ્રૂફ ગ્લાસ અને પંચર કે ફાટ્યા પછી પણ દોડી શકે તેવા સ્પેશિયલ રન-ફ્લેટ ટાયર્સ.
 * ઈમરજન્સી સિસ્ટમઃ કેમિકલ હુમલા સામે રક્ષણ આપતી ઈન્ડિપેન્ડન્ટ ઓક્સિજન-એર ફિલ્ટરેશન સિસ્ટમ, રીઇન્ફોર્સ્ડ ફ્યુઅલ ટેન્ક, ઈમરજન્સી એક્ઝિટ ગેટ અને આગ બુઝાવવાના આધુનિક સાધનો.

Aurus Senatનો એક સિવિલિયન વર્ઝન પણ મર્યાદિત સંખ્યામાં વેચવામાં આવે છે, જેની કિંમત આશરે 1.8 કરોડ રૂબલ (અંદાજે 2.5 કરોડ રૂપિયા) છે. રશિયા માટે આ કાર માત્ર સુરક્ષાનું સાધન નથી, પરંતુ રોલ્સ-રોયસ અને મર્સિડીઝ-માયબાક જેવી ગ્લોબલ કાર બ્રાન્ડ્સ સામે પોતાની સ્વદેશી ક્ષમતાનું શક્તિપ્રદર્શન પણ છે.

♦ ચાલતો-ફરતો કિલ્લો : Aurus Senat
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પોતાના વિદેશી પ્રવાસો દરમિયાન આશરે બે ડઝનથી વધુ ગાડીઓના કાફલા સાથે સફર કરે છે, જેમાં તેમની પર્સનલ Aurus Senat લિમોઝિન મુખ્ય છે.

"સડક પર ચાલતા-ફરતા કિલ્લા" તરીકે ઓળખાતી આ કાર વિદેશી લક્ઝરી કારોને રિપ્લેસ કરવા માટે રશિયાના 'કોર્તેજ' (Kortezવ) પ્રોજેક્ટ હેઠળ ખાસ તૈયાર કરવામાં આવી છે. વર્ષ 2018માં પદાર્પણ કરનાર આ કારનો દેખાવ સોવિયત કાળની પ્રસિદ્ધ ZIS-110 લિમોઝિનથી પ્રેરિત છે.

Print