|
SANJ SAMACHAR | Date: 26-06-2026 Friday | Rajkot |
|
|
અમદાવાદઃ ગુજરાતમાં વાહન ચાલકો માટે ડ્રાઈવીંગ ટેસ્ટ ટફ અને પરફેકટ કરવા હવે રાજયભરમાં ઓટોમેટેડ અને તે પણ આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ દ્વારા મોનીટર થાય તેમાં ટ્રેક મોટાભાગની આરટીઓમાં આવી ગયા છે. જેના કારણે ટેસ્ટ પસાર કરવા ટફ પણ બની ગયા છે પણ તેની સાથે એક રસપ્રદ વાસ્તવિકતા પણ બહાર આવી છે અને તે છે રાજયના જે આરટીઓમાં હજુ આ પ્રકારના ઓટોમેટેડ ડ્રાઈવીંગ ટેસ્ટ માટેની સુવિધા નથી.
અગાઉના ટેસ્ટ સુપરવાઈઝર તથા સામાન્ય કેમેરાથી સમગ્ર પ્રક્રિયા પર નજર રખાય છે ત્યાં ડ્રાઈવીંગ ટેસ્ટ આપવા જનારની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ બે સ્થળો છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર તથા ગુજરાત વિસ્તારમાં બારડોલીમાં ડ્રાઈવીંગ ટેસ્ટ આપનારની સંખ્યા 30% જેટલી વધી ગઈ છે.
આ બન્ને આરટીઓમાં ઓટોમેટેડ ટેસ્ટ લેવાતા નથી તેની ટેસ્ટ આપવા `સરળ' બની જાય છે. આ સ્થળે રીવર્સ એસ એટલે કે જેને `આઠડો' કહીએ છીએ અને રીવર્સમાં લેવાનું જ જરૂરી છે પણ બોકસ પાર્કીંગ સહિતની આવશ્યકતા નથી. સુરેન્દ્રનગરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને અમદાવાદથી અરજદારો અહી ટેસ્ટ આપવા આવે છે અને પાકુ લાયસન્સ મેળવી ખુશ થઈ જાય છે.
સરકારે લોકોની સુવિધા માટે કોઈપણ આરટીઓમાં ડ્રાઈવીંગ ટેસ્ટ આપી શકાય તેથી આ પ્રકારે માઈગ્રેટ થવું સરળ બની ગયું છે. તેમાં 33 આરટીઓમાં ફકત સુરેન્દ્રનગર, બારડોલી બે જ આરટીઓમાં ટ્રેક અપગ્રેડેશન બાકી છે અને ત્યાં સ્લોટ મેળવવા જે તારીખ `ઉઘડવા'ની હોય તેમાં મધરાતે જ એપોઈન્ટમેન્ટ મેળવી લેવાય છે. રાજયના 70 મોટર વ્હીકલ અને 140 ટુવ્હીલને ટેસ્ટ માટે મંજુરી મળે છે તે સ્લોટ રાત્રીના જ બુક થઈ જાય છે.
જે માટે આ બન્ને આરટીઓમાં પાંચ પાંચ માસનુ વેઈટીંગ જોવા મળે છે. જયારે બીજા આરટીઓમાં અઠવાડીયા, 15 દિવસમાંજ તમો તારીખ મેળવી શકો છો. અનેક સ્થાનિક આરટીઓમાં ટેસ્ટમાં નિષ્ફળ જાવ તો એજન્ટ મારફત આ બન્ને આરટીઓમાં લાયન્સ માટે અરજી કરીને સરળતાથી ટેસ્ટ પસાર કરી લે છે.
બે ટ્રાય વચ્ચે 1 માસનો કુલીંગ પીરીયડ અનેક વખત એજન્ટની મદદથી પણ બાયપાસ થઈ જાય છે. વાસ્તવમાં બોકસ પાર્કીંગ કે સમાંતર પાર્કીંગ માટે આવડત જરૂરી છે. હવે મોટાભાગના વાહનોમાં બોકસ કે એરલેફ પાર્કીંગ માટે કેમેરા-ડેશબોર્ડ ગાઈડન્સ છે છતાં પણ 80% તેમાં નિષ્ફળ જાય છે.
.....