|
SANJ SAMACHAR | Date: 09-09-2026 Wednesday | Rajkot |
|
|
ચેન્નાઇ: ઇસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચેના દુલિપ ટ્રોફી ફાઇનલ મેચમાં ઇસ્ટ ઝોનના બીજા દાવમાં ચાના સમયે બે વિકેટે 50 રન થયા છે. ઇસ્ટ ઝોનના વૈભવ સૂર્યવંશી માત્ર 8 રને તથા અભિમન્યુ ત્રણ રન બનાવી આઉટ થયા છે. આ પહેલા સાઉથ ઝોને પ્રથમ દાવમાં 336 રન કર્યા હતા.
જેમાં તિલક વર્મા માત્ર એક રને સદી ચૂક્યો ને 99 રને આઉટ થયો હતો. પાડીકલના 62 અને મીલીંડના 43 મુખ્ય રન હતા. એ પહેલા ઇસ્ટ ઝોને પ્રથમ દાવમાં 708 રન કર્યા જેમાં કપ્તાન ઇશાન કિશનના 270 રન તથા કુમાર કુહાગરાના 101 મુખ્ય રન હતા. આ રીતે અત્યારે ઇસ્ટ ઝોનને 427 રનની લીડ છે.