|
SANJ SAMACHAR | Date: 10-09-2026 Thursday | Rajkot |
|
|
ચેન્નઇ, તા.10
દુલીપ ટ્રોફીમાં ઇશાન કિશનના કેપ્ટનશીપ હેઠળની ઇસ્ટ ઝોને જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો. ચેન્નઇમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં ઇસ્ટ ઝોને પ્રથમ દાવની 37ર રનની જંગી લીડની મદદથી જીત હાંસલ કરી હતી.
ઇસ્ટ ઝોને પ્રથમ દાવમાં 708 રન બનાવ્યા હતા તેની સામે સાઉથ ઝોન 336 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ઇસ્ટ ઝોને બીજા દાવમાં 7 વિકેટે 388 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. મેચ ડ્રો થયો હતો પરંતુ પ્રથમ દાવની લીડના આધારે ઇસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું હતું. ઇસ્ટ ઝોને છેલ્લે ર01ર-13માં દુલીપ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ હવે 13 વર્ષે ફરી વખત ચેમ્પિયન બની છે.
ઇસ્ટ ઝોને ત્રીજી વખત દુલીપ ટ્રોફી હાંસલ કરી છે. 2011-1રમાં ઇસ્ટ ઝોને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બન્યું હતું. આ વખતના ફાઇનલ જંગમાં કપ્ટાન ઇશાન કિશને કમાલ કરી હતી અને ર70 રનની જબરજસ્ત ઇનિંગ રમી હતી. દુલીપ ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર ઇશાન કિશન 7મા બેટર બન્યો છે. બીજી ઇનિંગમાં તેણે 98 દડામાં 80 રન ઝુડયા હતા. ફાઇનલમાં કુલ 3પ0 રન બનાવ્યા હતા.