www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબ આજે સાંજે સુરેન્દ્રનગરમાં


ઝાલાવાડમાં વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર : ચાર દિવસનું રોકાણ

સાંજ સમાચાર

(હિતેષ ગોસાઇ) જસદણ તા.12
દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ (સર્વોચ્ચધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસ્સાદિક આલિક્દર મુફ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) કચ્છ અને કાઠિયાવાડની મુલાકાત લઈ આજે શનિવારે સાંજે સુરેન્દ્રનગર શહેરની મુલાકાત લેશે. 

આ અંગે ઝાલાવાડના પ્રત્યેક દાઉદી વ્હોરા સમાજમાં ખુશીનો કોઈ પાર નથી સુરેન્દ્રનગરમાં પ્રથમવાર પધારતા ડો. સૈયદના સાહેબના આગમનને લઈને સમાજના તમામ ઘેર ઘેર મહેમાનો આવી ગયાં છે શહેરના સૈફી મહોલ્લામાં રહેતાં નજાફતના ખિદમતગુજાર જુજરભાઈ નજમુદ્દીનભાઈ કાચવાલા (ગુલા) એ જણાવ્યું હતું કે આકા મૌલા સુરેન્દ્રનગરમાં આજે સાંજે પધારી રહ્યાં છે ત્યારે તેમના દીદાર થશે અમો ખુશીના આંસુ વરસાવશું.

સુરેન્દ્રનગરમાં સૈયદના સાહેબના ચાર દિવસના રોકાણ દરમિયાન નિકાહ, જિયાફત, કદમબોસી, સેહરા, વાએઝ, કદમ (પગલાં) જેવાં અનેક ધાર્મિક કાર્યક્રમો થશે આ અંગે સુરેન્દ્રનગરના સેવાભાવીઓ બિરાદરો દ્વારા સૈયદના સાહેબના દીદાર અર્થે આવેલા તમામ મહેમાનો માટે પાણી થી લઈ આરોગ્ય સુધીની વ્યવસ્થા ખડેપગે ગોઠવી છે. નજમી મસ્જિદ અને નજીકમાં આવેલ સૈફી મહોલ્લા વિસ્તારનો નવોઢાની જેમ શણગાર કરવામાં આવ્યો છે.

Print