www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચક્કર આવતા પટકાયેલ યુવકનું મોત


સાંજ સમાચાર

જામનગર તા.14
લાલપુરના નવાગામમાં આવેલી ખાનગી કંપનીના સ્ટોરરૂમ પાસે બનાવ બન્યો હતો. જામનગરના યુવાનને અચાનક ચક્કર આવ્યા બાદ તે જમીન પર ઢળી પડ્યો હતો. જેને મેડિકલ સેન્ટર ખાતે સારવાર મળે તે પહેલા જ મોત થતાં પંથકમાં અરેરાટી મચી ગઇ છે. જે મામલે મેઘપર પોલીસે મોતની નોંધ કરી તપાસ આગળ ધપાવી છે.

શહેરના બાવાવાડ, પવનચક્કી, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા રાહુલભાઈ જગદીશભાઈ ચિતરા નામનો 35 વર્ષીય યુવાન તા.12 સપ્ટેમ્બરના સાંજના આશરે પાંચ વાગ્યાના સમયે નવાગામ સીમમાં આવેલી ખાનગી કંપનીના બી.કે.કે.ટી.એસ. કંપનીના સ્ટોરરૂમ ખાતે પહોંચતા અચાનક ચક્કર આવ્યા બાદ તે જમીન પર ઢળી પડ્યો હતો.

આથી તરત જ સારવાર અર્થે હોસ્પિટલ કંપનીના મેડિકલ સેન્ટર ખાતે લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસી રાહુલભાઈનું મોત થયાનું જાહેર કર્યું હતું. આ બનાવ મામલે રણજીતનગરમાં રહેતા મિલનકુમાર વાલજીભાઈ અંટોળાએ મેઘપર-પડાણા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

 

Print