www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાદરવી અમાસ નિમિત્તે કષ્ટભંજન દેવને ચાંદીના વાઘા સાથે શસ્ત્રોનો દિવ્ય શણગાર


સાંજ સમાચાર

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ અમાસ નિમિતે આજે તા.11 ને  શુક્રવારના રોજશ્રીકષ્ટભંજનદેવ દાદાને  શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો.

હનુમાનજી મહારાજને ચાંદીના આકર્ષક વાઘા, મનોહર મયૂરાકાર મુગટ તેમજ તલવારો, ગદાઓ અને પરંપરાગત શસ્ત્રોનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામીદ્વારા કરવામાં આવી હતી. 

આ અનેરા દર્શનનો  લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો  અનુભવ કરેલ.મહત્વનું છેકે,શ્રીકષ્ટભંજનદેવહનુમાનજી મહારાજને અત્યંત આકર્ષક, ઝળહળતા અને ચાંદીના વાઘા તથા મુગટથી શણગારવામાં આવ્યા છે, સિંહાસને અનેક તલવારો, ગદાઓ, ફરસા અને પરંપરાગત શસ્ત્રોનો શણગાર એક અદ્ભુત શૌર્ય અને વીરતાપૂર્ણછે.

 

Print