www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર : શ્રધ્ધાના દર્શન


યાત્રિકોની સુવિધા માટે રાત્રે 3 વાગે મંદિર પરિસરના દ્વાર ખોલાયા : સુચારૂ આયોજન માટે ટ્રસ્ટ તથા પોલીસ તંત્રની ઉપસ્થિતિ : `જય સોમનાથ દાદા'ના નાદથી સોમનાથ ગુંજી ઉઠયું

સાંજ સમાચાર

પ્રભાસપાટણ તા 24
પવિત્ર શ્રાવણ માસના સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવાનું અનેરૂં મહાત્મ્ય રહેલું છે. ત્યારે શ્રાવણના બીજા સોમવારે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઉમટી પડતા ભક્તોના અવિરત પ્રવાહને ધ્યાનમાં રાખીને, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓની સુવિધા અર્થે ઉત્કૃષ્ટ અને સુચા વ્યવસ્થા કરવામાં આવી હતી જેને હેઠળ રાત્રિના ત્રણ વાગ્યાથી મંદિર પરિસરના દ્વાર યાત્રીઓ માટે ખોલવામાં આવ્યા હતા જેથી યાત્રીઓ કાઉન્ટર ઉપર પોતાનો સામાન આરામથી જમા કરાવી શકે. અને દર્શન માટે સરળતાપૂર્વક લાઈનનું આયોજન થઈ શકે.

શ્રાવણનો સોમવાર હોય સોમનાથ દર્શન આવનાર હજારો યાત્રીઓના દર્શન માટે મધ્ય રાત્રિથી જ ગુંજી ઊઠી શિવધૂનઃ
શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શનની તાલાવેલી એટલી હતી કે મધ્ય રાત્રિથી જ મંદિરની બહાર ભક્તોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને શિવધૂન બોલાવવાનો પ્રારંભ કરી દીધો હતો. ભક્તોના 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

રાત્રે 3 વાગ્યે પરિસરના દ્વાર ખોલાયા અને 4 વાગ્યાથી દર્શન શરૂ
યાત્રીઓના સતત વધતા જતા પ્રવાહને પહોંચી વળવા અને દર્શન વ્યવસ્થા સરળ બનાવવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અગાઉથી જ આગોતં આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે, રાત્રે 3ઃ00 વાગ્યે જ મંદિર પરિસરના દ્વાર યાત્રીઓ માટે ખોલી દેવામાં આવ્યા હતા.

ભક્તો પોતાનો સામાન કાઉન્ટર પર જમા કરાવીને વહેલી સવારે 4ઃ00 વાગ્યે મંદિરમાં દર્શન માટે ખૂબ જ સરળતાથી પ્રવેશી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી દર્શનાર્થીઓને લાઈનમાં ઊભા રહેવામાં કોઈ અગવડતા ન પડે.

રાત્રિના 3 વાગ્યાથી તમામ સુવિધાઓ કાર્યરત
દૂર-દૂરથી આવતા યાત્રીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાત્રિના 3ઃ00 વાગ્યાથી જ તમામ સામાન કાઉન્ટર, પીવાના પાણીની પરબ સહિતની અન્ય જરૂરી વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી હતી.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા  સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ સુચાં વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સોમનાથ ટ્રસ્ટની આ ભક્તલક્ષી અને સુવ્યવસ્થિત કામગીરીના પરિણામે હજારો શ્રદ્ધાળુઓએ શ્રાવણ માસના પવિત્ર દિવસે કોઈપણ જાતની અગવડતા વિના શાંતિપૂર્ણ રીતે મહાદેવના દિવ્ય દર્શનનો લ્હાવો લીધો હતો.  

હનુમંત દર્શન શ્રૃંગાર
ભગવાન શિવના દ્રાવતાર, ભક્તશિરોમણી તથા શક્તિ અને ભક્તિના પ્રતીક એવા શ્રી હનુમાનજીના દર્શન કરાવતો વિશેષ શૃંગાર સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ દાદાને 101 કિલોગ્રામ વિવિધ પુષ્પો જેવાં કે ગુલાબ, પર્પલ સેવંતી, આસોપાલવ અને કેસરી ગલગોટાથી સુશોભિત કરવામાં આવ્યા હતા. જેમાં વિશેષ રૂપે ચંદન, બિલ્વપત્ર અને પીળાં પુષ્પો દ્વારા શ્રી હનુમાનજીની દિવ્ય પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

હરિ અને હરના દિવ્ય સંબંધનું સર્વોચ્ચ સ્વરૂપ એટલે ભગવાન શ્રી રામ પ્રત્યે શ્રી હનુમાનજીનું દાસત્વ અને તેમની અનન્ય અખંડ ભક્તિ. ભગવાન હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત અને મહાદેવના દ્રાવતાર તરીકે પૂજાય છે. આ પાવન શૃંગાર એ સંદેશ આપે છે કે 'હરિ' અને 'હર'માં કોઈ ભેદ નથી. શ્રી સોમનાથ મહાદેવ અને હનુમાનજીના આ અદભુત ઐક્ય દર્શનથી શ્રદ્ધાળુઓનું અંતઃકરણ ભાવવિભોર બન્યું હતું.

સમસ્ત ભક્તજનોએ ભગવાન સોમનાથ અને હનુમાનજીના દિવ્ય દર્શન કરી જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને નિઃસ્વાર્થ ભક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.

હરિહર ચંદન શ્રૃંગાર
પવિત્ર શ્રાવણ માસની પુત્રદા એકાદશીના પાવન પર્વે સોમનાથ મહાદેવને હરિ અને હર બંનેના એકસાથે દર્શન થાય તેવો વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવ્યો હતો. જે પાવન ભૂમિ પરથી ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં નિજધામ પ્રસ્થાન કર્યું હતું અને જ્યાં દેવાધિદેવ મહાદેવ સ્વયંભૂ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે, તેવા હરિહર ક્ષેત્ર પ્રભાસ તીર્થ ખાતે શ્રી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં આ વિશેષ શૃંગાર યોજાયો હતો.

જ્યોતિર્લિંગ પર ચંદનના લેપ વડે સોમનાથ મહાદેવ ધ્યાનમુદ્રામાં દર્શાયા હતા તેમજ હૃદયના ભાગે ભગવાન વિષ્ણુના શંખ, ચક્ર, ગદા અને પદ્મ સાથે શ્રીકૃષ્ણનું મનોહર સ્વરૂપ અંકિત કરવામાં આવ્યું હતું. આ અલૌકિક હરિહર દર્શનનો લાભ લઈ શ્રદ્ધાળુઓ ભાવવિભોર અને ધન્ય બન્યા હતા.

 

Print