www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વડીયા-કુંકાવાવ તાલુકામાં પાકને બચાવવા સૌની યોજનાનું પાણી છોડવા માંગણી


તાલુકા કોંગ્રેસ પ્રમુખ સત્યન મકાણીની રજૂઆત

સાંજ સમાચાર

(ભીખુભાઇ વોરા)  વડીયા, તા.14
વડિયા કુંકાવાવ તાલુકામાં પાણીના તળ નીચે જતા ખેડૂતોના ઉભા પાકને બચાવવાનો પડકાર ઊભો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કુવાવાવવડીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સત્યમ મકાણી દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર અને વડિયા મામલતદાર વડીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદના અભાવે ખેતરોમાં ઉભો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતો પાક બચાવવા માટે પોતાના કુવાઓમાંથી પાણી મેળવી સિંચાઈ કરી રહ્યા છે, પરંતુ હવે અનેક કુવાઓમાં પણ પાણીનું સ્તર ઘટી ગયું હોવાથી પાણીના તળ નીચે ગયા છે.ખેડૂતોની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના (સોની યોજના)નું પાણી તાલુકાના જરૂરી ચેકડેમો અને તળાવો અને ડેમમાં પાણી તાત્કાલિક છોડવાની માંગ કરવામાં આવી છે.

જેથી નદીના તળ સાજા થતા હૈયાત પાકને બચાવી શકાય.આ રજુવાતમાં તાલુકા કૉંગેસ પ્રમુખ દ્વારા સાત દિવસમાં સોની યોજનાનું પાણી ચેકડેમો અને તળાવોમાં છોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે સાથે જો આ બાબતે સાત દિવસમાં પાણી છોડવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 

 

Print