|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
► હુમલાની સંભાવના હોવાથી ટ્રેનને શેડયુલ પુર્વે જ રવાના કરી દેવાઈ હતી : યુક્રેનનો દાવો
મોસ્કોઃ યુક્રેન સાથેના યુદ્ધમાં એક રશિયન ડ્રોન હુમલામાં બ્રીટનના પુર્વ વડાપ્રધાન બોરીસ જોન્સન અને સ્વીડનના પુર્વ પીએમ સહિતના રાજદ્વારી નેતાઓનો ચમત્કારીક બચાવ થયો હતો. ગઈકાલે યુરોપના આ રાજકીય નેતાઓ પોલેન્ડની સરહદ પાસે એક ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા.
યુક્રેનના પાટનગર કિવ તથા યુરોપ વચ્ચે પ્રવાસ માટે આ ટ્રેનનો ઉપયોગ થાય છે. બોરીસ જોન્સન તથા સ્વીડનના પુર્વ પીએમ કાર્લ બિલ્ડસ સહિતના નેતાઓ કિવમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં હાજરી આપીને પરત ફરી રહ્યાના પુરી ટ્રેનમાં ડિપ્લોમેટસ જ હતા.
આ ટ્રેને યુક્રેનની સરહદ પાર કરીને પોલેન્ડ બોર્ડર પર જઈ રહી હતી ત્યાંજ પોલેન્ડ સરહદથી 2 કી.મી. દુર જ રશિયન ડ્રોનનો હુમલો થયો. જો કે સ્વીડનના પુર્વ વડાપ્રધાન કાર્લ બિલ્ડો એકસ પર એક પોસ્ટમાં કહ્યું કે અમારી ટ્રેન હીટ થઈ નથી. અમોએ બોર્ડર ક્રોમ કરીને એક મિનિટમાંજ આ હુમલો થયો હતો.
યુક્રેનની સમાચાર સંસ્થાએ જણાવ્યું કે આ ક્ષેત્રમાં રશિયાના ડ્રોન હુમલાનો ભય રહે છે તેથી આ ડિપ્લોમેટીક ટ્રેનને તેના શેડયુલ પુર્વે જ રવાના કરી દેવાતા બચાવ થયો હતો. યુક્રેનનો દાવો છે કે રશિયાનો ઈરાદો ખરેખર ડિપ્લોમેટીક ટ્રેનને ટાર્ગેટ કરવાનો જ હતો.
પુર્વ પીએમ બોરીસ જોન્સન જેઓ આ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તેઓએ પણ સ્વીકાર્યુ કે ટ્રેન થોડી વહેલી રવાના થઈ હતી. આ પ્રકારના હુમલાને તેઓ જૂજ છતા મુર્ખતાભર્યા ગણાવ્યો હતો તો પોલેન્ડના વિદેશમંત્રી રોડોસ્કોમ સિકોર્સ્કી એ પોલેન્ડ સરહદ પર થયેલા હુમલાને નોટો ટેરેટરીમાં ઉશ્કેરણીજનક ગણાવ્યુ હતું.
આ જ દિવસે પોલેન્ડ-યુક્રેન સરહદ પર એક ટ્રક ચેકપોસ્ટ સાથે ઈરાદાપૂર્વક અથડાતા બોર્ડસ કોલ કરવાનું ઓપરેશન થંભાવી દેવું પડયું હતું. રશિયાએ દાવો કર્યો છે કે આ ચેકપોસ્ટનો ઉપયોગ યુરોપમાંથી યુક્રેનમાં શસ્ત્રો-પુરવઠો મોકલવામાં આવે છે અને તેથી તેને ટાર્ગેટ કરાયા છે.
આ યુક્રેનના ક્ષેત્રમાં 2022થી રશિયાનો અંકુશ છે અને અહી એક અણુવિજમથક પર યુક્રેનના દળોએ હુમલો કર્યાનો રશિયાનો આક્ષેપ છે.