www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારતમાં અર્થતંત્ર - મોંઘવારી મોરચે વધતો પડકાર

ક્રુડ સડસડાટ ઉંચે ચડવા લાગ્યું : 108 ડોલરને પાર


યુદ્ધના ઘટનાક્રમો તથા હોર્મુઝમાંથી સપ્લાય સંકટથી જોરદાર ઉછાળો

સાંજ સમાચાર

રાજકોટ તા.11
અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ હુમલાના ઘટનાક્રમો તથા અખાતમાં સ્ટોકમાં મોટો ઘટાડો હોવાના સંકેતોને પગલે ક્રુડતેલ વધુ એક વખત સળગી ઉઠયુ છે. સડસડાટ કરતું ઉંચે ચડવા સાથે ભાવ 108 ડોલરને વટાવી ગયો હતો આ સાથે ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાનું જોખમ વધવા લાગ્યુ છે. સાથોસાથ અર્થતંત્ર-મોંઘવારી મોરચે નવો પડકાર ઉભો થઈ શકે છે.

ઈરાન પાસે હવે કોઈ હથીયારો ન હોવાના તથા યુદ્ધ હારી ગયાના અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા વચ્ચે ઈરાન વધુ ભયાનક હુમલા સાથે તારાજી સર્જાવા લાગતા ગભરાટ સર્જાયો હતો

આ સિવાય સાઉદીનો ક્રુડ સ્ટોક ઘટયો હોવાના સંકેતથી તેજીને વેગ મળી ગયો હતો. ગઈરાતથી ક્રુડનો ભાવ સડસડાટ વધવા લાગ્યો હતો આજે ડબલ્યુ ટીઆઈ ક્રુડ 103.22 ડોલર તથા બ્રેન્ડ ક્રુડ 108.60 ડોલર સાંપડયુ હતું.

ક્રુડની તેજી ભારત માટે મોટો પડકાર સર્જી શકે છે. બે દિવસથી ભાવ 100 ડોલરથી ઉપર રહેતા પેટ્રોલીયમ કંપનીઓની ખોટ વધવા લાગી છે અને પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરે તેવી ભીતિ વ્યકત થવા લાગી છે.આ સ્થિતિમાં મોંઘવારી ભડકી શકે છે. સાથોસાથ અર્થતંત્રના મોરચે પણ પડકાર ઉભો થઈ શકે છે.

વૈશ્વિક ઘટનાક્રમોને નજરમાં રાખીને ક્રુડનો ભાવ 110-115 ડોલર થવાનું અનુમાન નિષ્ણાંતો દર્શાવતા જ હતા. ભાવ હવે તેના આરે આવી ગયો છે. આવતા દિવસોમાં વધુ તેજી થાય છે કે કોઈ રાહત મળે છે. તેના પર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો આધાર રહેવાનું મનાય છે.

Print