www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી : સામસામી ફરિયાદ


મહિલાઓ સહિતના સામે ગુનો દાખલ : રાતીદેવરી ગામે દુકાન પાસે બેઠેલા વૃધ્ધ પર પથ્થરો વડે હુમલો

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) 
મોરબી તા.14
ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયાની દિવાલ કરેલો હોય તે બાબતે અગાઉ ઝઘડો થયો હતો અને તેનો ખાર રાખીને બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ દ્વારા મહિલા સાથે બોલાચાલી અને ઝઘડો કરીને જ્યારે સામા પક્ષેથી પણ મહિલાએ ફરિયાદ નોંધાવતા મારામારી અને માથાકૂટના આ બનાવમાં પોલીસે સામ સામે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વીરપર ગામે જુના ટાંકાની સામેના ભાગમાં રહેતા ભાવનાબેન મહેશભાઈ ચાવડા (32)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોનલ આંબાભાઈ ચાવડા, શાંતા આંબાભાઈ ચાવડા અને મુકેશ આંબાભાઈ ચાવડા રહે. ત્રણેય વીરપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે તેઓએ પોતાના ઘરના ફળિયાની દીવાલ કરેલ હોય જે બાબતે જુનો ઝઘડો હતો તેનો ખાર રાખીને સોનલ અને શાંતા ફરિયાદી સાથે માથાકૂટ કરીને ગાળો આપી હતી.

તેમજ ઝપાઝપી કરી હતી અને ફરિયાદીને નીચે પાડી મુંઢ માર મારીને ઈજા કરવામાં આવી હતી ત્યારબાદ આરોપી મુકેશ ચાવડાએ પોતાના ઘરમાંથી બહાર આવીને ફરિયાદીને કહેલ કે "તમને બધાને પાડી દેવા છે અને જાનથી મારી નાખવા છે" તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી વીરપર ગામે રહેતા શાંતાબેન આંબાભાઈ ચાવડા (57)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભાવના મહેશભાઈ ચાવડા, લક્ષ્મણ કારાભાઈ ચાવડા, દર્શના લક્ષ્મણભાઈ ચાવડા અને પ્રીતિ લક્ષ્મણભાઈ ચાવડા રહે. બધા વીરપર સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદીના ઘરની સામે રહેતા ભાવનાબેનના પતિના ઘરની દિવાલનો જુનો ઝઘડો હતો જેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી તથા સોનલબેન સાથે ઝઘડો અને માથાકૂટ કરી ગાળો આપી હતી.

ઉશ્કેરાઈ જઈને આરોપી ભાવનાબેને ફરિયાદીની દીકરી સાથે ઝપાઝપી કરી હતી અને લક્ષ્મણભાઈએ ફરિયાદીને ગાળો આપીને કહ્યું હતું કે "તમે જગ્યા ખાલી કરી દેજો નહિતર તમને બધાને ઉપાડી લેશું" તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

 

 

Print