|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
નવી દિલ્હી: બ્રિકસ સંમેલનના પ્રારંભ સાથે જ દિલ્હીમાં હાઈ ડિપ્લોમેટીક માહોલ બની ગયો છે તે સાથે સાંજ બ્રિકસ મહેમાનો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજેલા ભોજન સમારોહમાં હાજરી આપવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અનેક મુખ્યમંત્રીઓને આમંત્રણ અપાયા છે.
આ ભોજન સમારોહમાં મોદી સરકારના મંત્રીઓ ઉપરાંત અનેક મુખ્યમંત્રીઓને પણ આજે દિલ્હીમા સાંજના 7.30 વાગ્યે યોજાનારા ભોજન સમારોહમાં આમંત્રણ અપાયુ છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉતરપ્રદેશના સીએમ યોગી આદીત્યનાથ ઉતરાખંડના શ્રી પુષ્કરસિંહ ધામી રાજસ્થાનના ભજનસિંઘ શર્મા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિદે, મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનો તથા પ.બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સામેલ છે.
આ ભોજન સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. જેમાં પહેલા 160 કલાકારો ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે તથા દરેક રાષ્ટ્રવડાઓની પસંદગીની ખાસ તથા ભારતીય ભોજન પીરસાશે.