|
SANJ SAMACHAR | Date: 11-09-2026 Friday | Rajkot |
|
|
રાજકોટ, તા.11
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર ગુજરાતના બે દિવસના પ્રવાસે અમદાવાદ આવી પહોંચ્યા છે.તમના આ પ્રવાસ દરમિયાન લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા અંગે યુવા મતદારોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે તેઓએ આજે અમદાવાદમાં રાજકોટ સહિત રાજ્યભરના યુવા મતદારો સાથે સંવાદ કર્યો હતો.
મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર સાથેના આ સંવાદમાં રાજકોટની વિવિધ કોલેજોમાંથી પસંદ કરાયેલા 50 જેટલા યુવા મતદારો જોડાયા હતા. આ ઉપરાંત અમદાવાદ સહિત રાજ્યની વિવિધ કોલેજો અને યુનિ.ઓના યુવા મતદારો જોડાયા હતા. અમદાવાદ શેલા ખાતેના ઓડીટોરીયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારે યુવા મતદારો સાથે ચૂંટણી પ્રક્રિયા મતદાતા તરીકેની જવાબદારી અને લોકશાહીના મહત્વ વિશે તેઓએ સંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઇએલસી 2,0 વિઝન અને ચૂંટણી પંચના ડીઝીટલ પ્લેટફોર્મ ઇસીઆઇએનઇટી અંગે પણ યુવા મતદારોને માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
આ ઉપરાંત અમદાવાદની ગુજરાત યુનિ. હોલ ખાતે પણ તેઓએ રાજ્યભરના 500 જેટલા બુથ લેવલ ઓફિસર્સ સાથે પણ તેઓએ સીધો સંવાદ કર્યો હતો. જેમાં મતદાર યાદી સુધારણા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.