|
SANJ SAMACHAR | Date: 14-08-2026 Friday | Rajkot |
|
|
રાજકોટ તા.14
મુંબઈ શેરબજારમાં આજે મંદી તરફી ઝોક વચ્ચે મીશ્ર વલણ રહ્યું હતું. સેન્સેકસ ઈન્ટ્રા-ડે 78000 કુદાવી ગયા બાદ પાછો પડયો હતો. શેરબજારમાં આજે શરૂઆત નબળા ટોને થઈ હતી. મધ્યપુર્વના યુદ્ધ વિશે અનિશ્ચિતતા, વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી, મોંઘવારી, ક્રુડમાં તેજીનો ટ્રેન્ડ સહિતના કારણોથી માર્કેટ દબાણ હેઠળ હતું.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટુંકાગાળા માટે માનસ અસ્થિર જ બની રહેવાનુ માનવામાં આવે છે. યુદ્ધ ઉપરાંત ભારત સહિતના દેશો પર ઝળુંબતા 100 ટકા ટેરિફના ખતરાને કારણે પણ સાવચેતી રાખવામાં આવતી હતી.
શેરબજારમાં આજે વોડાફોન, ઓરેકલ, એપોલો હોસ્પીટલ, જયુબીલન્ટ ક્રુડ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, અદાણી એનર્જી, અજંતા ફાર્મા, ટાટા કેપીટલમાં સુધારો હતો. જયારે નેલ્કો, હિન્દ પેટ્રો, આરઈસી, રિલાયન્સ, અશોક લેલેન્ડ, યસ બેંક, આદીત્ય ઈન્ફો, પતંજલી, વારી એનર્જીમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 131 પોઈન્ટ ઘટીને 77948 હતો તે ઉંચામાં 78048 તથા નીચામાં 77784 હતો. નિફટી 25 પોઈન્ટ ઘટીને 24371 હતો તે ઉંચામા 24405 તથા નીચામાં 24296 હતો.
સોના-ચાંદી નબળા હતા. કોમોડીટી વાયદામાં સોનુ 300 ઘટીને 153160 હતો. હાજર સોનુ 156900 હતુ. ચાંદી વાયદામાં 500 ઘટીને 234900 હતી. હાજરમાં 240000 હતી.