|
SANJ SAMACHAR | Date: 25-08-2026 Tuesday | Rajkot |
|
|
રાજકોટ, તા.25
મુંબઇ શેરબજારમાં આજે તેજીનો વળાંક આવી ગયો હતો. પ્રારંભિક મંદી બાદ નીચા મથાળે પસંદગીના ધોરણે ધુમ લેવાલી નીકળતા મોટા ભાગના શેરો ગ્રીન ઝોનમાં રહ્યા હતા. વોડાફોનમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો.
આ સિવાય એન્જલ-1, પેટીએમ, લોરસ લેબ, સેઇલ, આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ઓટો, ઇપકા લેબ વગેરે ઉંચકાયા હતા. ફેડરલ બેંક, નેલકો, મધરસન સુમી, હિન્દુસ્તાન ઝીંક, ઓઇલ ઇન્ડિયા, એચડીએફસી બેંક, યસ બેંક, સુઝલોન, રેલ વિકાસ, ડાબર પતંજલી, ટાટા કેપીટલમાં ઘટાડો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સેકસ 170 પોઇન્ટ વધીને 77538 હતો જે ઉંચામાં 77540 તથા નીચામાં 77125 હતો. નિફટી 32 પોઇન્ટ વધીને 24251 હતો જે ઉંચામાં 24255 તથા નીચામાં 24115 હતો. સોના-ચાંદીમાં પીછેહઠ હતી. વિશ્ર્વબજારમાં સોનુ 4625 ડોલર હતું. લોકલ વાયદામાં પરપ રૂપિયા ઘટીને 162700 હતું. ચાંદી વાયદામાં 2300 ઘટીને 241900 હતી. ક્રુડ માર્કેટમાં ઘટાડો હતો. ડબલ્યુટીઆઇ ક્રુડ 8ર.68 ડોલર તથા બ્રેન્ટ ક્રુડ 89.77 ડોલર હતું.