www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બોટાદ: તા.17 સપ્ટેમ્બર વિશ્વકર્મા દિવસને

રાષ્ટ્રીય શ્રમિક દિન ઘોષિત કરવા ભારતીય મજદૂર સંઘની માંગ


સાંજ સમાચાર

(રીમલભાઈ બગડીયા) બોટાદ, તા.8
 ભારતીય મજદૂર સંધ શ્રમિક સંગઠન તરીકે કામ કરી રહયુ છે. અને ભગવાન વિશ્વિકર્માજી શ્રમિકોના આરાધ્ય દેવ છે. તેમજ 17 સપ્ટેમ્બર ભગવાન વિશ્વકર્મા દાદાની જન્મજયંતી તરીકે ઉજવવામાં આવે છે. શ્રમિક સંગઠન તરીકે ભારતીય મજદૂર સંઘ ધ્વા રા આ દિવસે વિશ્વકર્મા દાદા ના પૂજન અર્ચન, શોભાયાત્રા, શ્રમિક વસ્તીમાં સેવા કાર્ય,પોતાના કાર્યકર્તાઓ સાથે નાની-મોટી વિચાર ગોષ્ઠી જેવા કાર્યક્રમો કરી વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરાતી હોય છે. 

 કારીગર વર્ગ જેવા કે લુહારીકામ, સુથારી કામ, કડિયા કામ, હસ્તકલાના કારીગરો વિગેરે પણ તારીખ 17 સપ્ટેમ્બર ના રોજ પોતાની મૂળભૂત કામગીરીથી મહદઅંશે દૂર રહેતા હોય છે અને વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતીની ઉજવણી કરતા હોય છે.

ભારતીય મજદુર સંઘ, ગુજરાત પ્રદેશની તા. 29-30 ઓગસ્ટ,ના  ત્રિ મંદિર, વડોદરા ખાતે પ્રદેશ કારોબારી બેઠકમાં તારીખ 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા જયંતીના દિવસને રાષ્ટ્રીય શ્રમિક દિવસ ઘોષિત કરવાની માંગણી સંબંધે ગુજરાત રાજ્યના તમામ તાલુકાના મામલતદારશ્રીના માધ્યમથી ભારત સરકારન.

 

 

Print