www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારત મંડપમની બહાર અને અંદરની ડિઝાઈનમાં ભારતીય સભ્યતાની ઝલક

ભારત મંડપમ : બ્રિકસ સમીટ નિમિતે ભારતની ગ્લોબલ યજમાનીનું નવું ઓળખ બન્યું


123 એકરમાં ફેલાયેલું ભારત મંડપમ 2023માં કુલ રૂા.2700 કરોડના ખર્ચે તૈયાર થયેલું : નામની પ્રેરણા 12મી સદીના અનુભવ મંડપમમાંથી લેવાયેલી : પરિસરમાં સ્થાપિત ભગવાન નટરાજની 27 ફુટ ઉંચી 18 ટનની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.12
બ્રિકસ 2026 સમીટની યજમાની ભારત કરી રહ્યું છે. આ બ્રિકસ સમીટ ભારતમાં ભારત મંડપમમાં યોજાઈ રહ્યું છે. ભારત મંડપમમાં બ્રિકસ દેશોના દુનિયાભરના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. દુનિયાના હાઈ પ્રોફાઈલ નેતાઓ જે સ્થળે મળી રહ્યા છે તે સ્થળ એટલે કે ભારત મંડપમ 123 એકર એરિયમાં ફેલાયુ છે.

આ વિશાળ પરિસરનું ઉદઘાટન 26 જુલાઈ 2023ના થયું હતું. તે લગભગ 2700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું હતું. આ અત્યાધુનિક વિશાળ પરિસર આજે ભારતની ગ્લોબલ યજમાનીની નવી ઓળખ બની ગયું છે.

અહીં એક સાથે હજારો પ્રતિનિધિઓ, મહેમાનો અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન થયું છે. બ્રિકસ દેશોના નેતાઓની મહત્વની બેઠકઃ અહીં બે દિવસ બ્રિકસ દેશોના નેતાઓની મહત્વની બેઠકો યોજાઈ રહી છે.

ભારત મંડપમની સુંદરતા તેની સોચમાં છે. મુખ્ય ક્નવેન્શન સેન્ટરની ઈમારત શંખના આકારથી પ્રેરિત છે જયારે શંખની ગુંજ ભારતીય સભ્યતામાં ચેતના ઉર્જા અને શુભારંભનું પ્રતીક માનવામાં આવે છે.

27 ફુટ ઉંચી અને 18 ટન વજનની ભવ્ય પ્રતિમા
ભારત મંડપમની પ્રેરણા 12મી સદીના અનુભવ મંડપમમાંથી લેવામાં આવી છે. જેને જાહેર ચર્ચા અને લોકતાંત્રીક સંવાદના શરૂઆતી મંચોમાંની એક માનવામાં આવે છે. ભારત મંડપમ પરિસરની બહાર સ્થાપિત ભગવાન નટરાજની ભવ્ય પ્રતિમા, તેના સૌથી મોટા આકર્ષણમાની એક છે. 27 ફુટ ઉંચી અને 18 ટન વજનની આ અષ્ટ ધાતુની આ પ્રતિમા તમિલનાડુના સ્વામી મલાઈનો પારંપરિક કારીગરોએ તૈયાર કરી છે.

ભારત મંડપમની બહાર અને અંદરની ડિઝાઈનમાં પણ ભારતીય સભ્યતાની સ્પષ્ટ ઝલક જોવા મળે છે. અહીં સુર્યશક્તિ એટલે કે સૌર ઉર્જા, ઝીરો ટુ ઈસરોની પ્રેરક યાત્રા અને પંચ મહાભૂત એટલે કે પ્રકૃતિના પાંચ તત્વોને દર્શાવનાર વિશેષ ડિઝાઈન પણ સામેલ છે.

સમીટ હોલમાં જોડાશે 150થી વધુ પ્રતિનિધિઓઃ આ સમીટ હોલની ખાસીયત એ છે કે જેમાં વિવિધ દેશોના 150થી વધુ પ્રતિનિધિઓ એક સાથે બેસી શકશે. અહીં શિખર સંમેલનની સૌથી મહત્વપૂર્ણ બેઠક થઈ શકે છે.

ભારત મંડપમનો હોલ નંબર 1
આ એ જગ્યા છે જયાં શુક્રવારે ભારત ઈનોપેટસ કાર્યક્રમ યોજાયો હતો. અહીં દેશભરમાંથી આવેલી નવી-નવી ટેકનીકોને પ્રદર્શિત કરવામાં આવી હતી. ડ્રોન ટેકનીકથી માંડીને એડવાન્સ અને ઉભરતી ટેકનોલોજી સુધી આ હોલ નંબર વનમાં ભારતની ઈનોવેશન પાવરની ઝલક દુનિયાએ જોઈ હતી. આ હોલમાં બ્રિકસના સ્પેશ્યલ પ્રોગ્રામ પણ થશે, જે બ્રિકસની બે દાયકાની યાત્રા અને તેના ભવિષ્યની દિશા પર કેન્દ્રીત રહેશે.

ભારત મંડપમ હોલ નંબર-14
બ્રિકસ બિઝનેસ ફોરમની બેઠક અહીં યોજાશે. જે સંમેલનની સૌથી મહત્વની બિઝનેસ બેઠક હશે. બ્રિકસ દેશોના ટોચના ઉદ્યોગપતિઓ, ઈન્વેસ્ટરો અને કોર્પોરેટ જગતના પ્રતિનિધિઓની હાજરીમાં આ મંચ વ્યાપાર અને આર્થિક સહયોગ પર ચર્ચાનું કેન્દ્ર બનશે. આ હોલમાં ઈન્ટરનેશનલ મીડીયા સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. 1200થતી 1400 જેટલા દુનિયાભરના પત્રકારો આ સ્થળે આવશે.

Print