www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એનાલોગ પનીર પર પ્રતિબંધથી અસલી ચીઝ - પનીરનું વેચાણ વધ્યું


કાયદાનો ભંગ કરનારા નહીં છટકી શકે : વિધાનસભામાં આરોગ્યમંત્રી પાનસેરીયાની સ્પષ્ટ વાત

સાંજ સમાચાર

ગાંધીનગર, તા.11
રાજ્યમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા માફિયાઓ સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક પણ ભેળસેળિયા માફિયાને સાંખી લેવામાં આવશે નહીં.

આરોગ્ય મંત્રીશ્રીએ ગૃહમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે,  ગુજરાતમાં 'એનાલોગ પનીર'ના પ્રોડક્શન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. 

આ પ્રકારનું પનીર મુખ્યત્વે પામ ઓઇલ અને મિલ્ક પાવડરના મિશ્રણથી બનાવવામાં આવતું હોય છે, જે વાસ્તવમાં પનીર હોતું જ નથી અને તેનાથી ફેટી લિવર જેવી ગંભીર બીમારીઓ થાય છે. આ પ્રતિબંધના કારણે રાજ્યની ઓરિજિનલ અને સ્ટાન્ડર્ડ સહકારી ડેરીઓના પનીર, ચીઝ અને બટરનું વેચાણ વધ્યું છે.

આરોગ્ય વિભાગની કામગીરીની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા 4-5 મહિનાથી રાજ્યભરમાં ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ફૂડ પોઇઝનિંગ કે આરોગ્યને ભારે નુકસાન પહોંચાડે તેવા વધુ પડતા કલર કે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના પોઝિટિવ રિપોર્ટ આવતા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઊંઝામાં વરિયાળી અને જીરામાં કલર ભેળવતી 5 ફેક્ટરીઓને તાજેતરમાં સીલ કરવામાં આવી છે.

 

Print