|
SANJ SAMACHAR | Date: 10-09-2026 Thursday | Rajkot |
|
|
નવી દિલ્હી: રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીનની નવી ટીમની રચના અને ગુજરાત સહિતના રાજયોમાં પણ પ્રભારીઓ બદલ્યા બાદ ભાજપે હવે તેના મોરચા પ્રભારીઓની પણ નવી ટીમ જાહેર કરી છે. આજે કુલ 7 નવા મોરચા પ્રભારી જાહેર કરાયા છે. જેમાં ગુજરાતના સાંસદ ડો. હાર્દિક જોષીના નેતૃત્વ હેઠળના ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રભારી તરીકે હરીશ દ્વીવેદીને જવાબદારી સોંપાઈ છે.
જયારે મહિલા મોરચાના પ્રભારી તરીકે ડી.પુરૂદેશ્વરીની નિયુક્તિ કરવામાં આવી છે. શેડયુલ કાસ્ટ મોરચાના પ્રભારી તરીકે શ્રી સંજય ભાટીયાને જવાબદારી સોંપાઈ છે. ઓબીસી મોરચાના પ્રભારીની જવાબદારી ઓડીસા ભાજપના નેતા તથા સાંસદ વૈજયંત પાંડાને આપવામાં આવી છે.
કિસાન મોરચાના પ્રભારી તરીકે લાલસિંહ આર્ય, એસ.ટી. મોરચાના પ્રભારી પદે સતીષ પુનીયા અને લઘુમતી મોરચાના પ્રભારી પદે રાજેન્દ્ર પટેલને પસંદ કરાયા છે. ઓબીસી મોરચાના અધ્યક્ષ શ્રી વૈજયંત પાંડા પુલ બીજેડીના છે અને તેઓ એક દશકા પુર્વે ભાજપમાં જોડાયા. બાદ વિવિધ જવાબદારી સંભાળતા રહ્યા છે.
તેઓની ઓડીસામાં ભાજપની જીતમાં મોટી ભૂમિકા રહી છે તો લાલસિંહ આર્યએ મધ્યપ્રદેશના પુર્વ કેબીનેટ મંત્રી છે અને દલિત નેતા છે. સતીષ પુનીયા રાજસ્થાન ભાજપના મોટા નેતા છે. તેઓ એસટી મોરચાના પ્રભારી રહી ચુકયા છે. અલ્પ સંખ્યક મહિલાના પ્રભારી ગજેન્દ્ર પટેલ પણ મધ્યપ્રદેશના આદિવાસી નેતા છે. હરીશ દ્વીવેદી યુપીના છે.