www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુનાગઢમાં જૂના મનદુ:ખ પ્રશ્ને બાઈક સવાર ચાલક ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ


સાંજ સમાચાર

જુનાગઢ નજીકના બિલખા રોડ પર જુના મન દુ:ખ ના કારણે કારની ઠોકર મારી મારી નાખવાનો હિત પ્રયાસ કર્યાની ફરિયાદ પાદરીયા ના શખ્સ સામે પોલીસે હત્યા ની કોશિશ નો ગુનો નોંધી તપાસા ધરી છે. 

લીરબાઈ પરા હનુમાન મંદિર પાસે રામચોક નજીક રહેતા માલધારી ધાના દેવરાજ રાડા ઉમર 39 એ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ પોતાની બાઈક નંબર લષ 11 સીજે 53 59 માં પોતાના દીકરા ને લેવા કેન્દ્રીય વિદ્યાલય બિલખા રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે બિલખા રોડ પર પ્રમુખસ્વામીના ગેટ આગળ તેમના કાકાના દીકરા નગાસણ રાડા પોતાની કાર નંબર જીજે 11 સી ક્યુ 0054 માં આવી દાનાભાઈના ભત્રીજા યસનગર સામે અરજીઓ કરી હોવાનો ખાસ રાખી નગાસન મારી નાખવાની ઈરાદે પોતાની કાર બાઈક સાથે ભટકાવી જેના કારણે દાનાભાઈ બાઈક સાથે રોડ પર નીચે પડી ગયા હતા તેઓના શરીરના ભાગે અને ગોઠણમાં ઇજાઓ થવા મામી હતી 108 મારફતે ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Print