|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
જામનગર તા.14
નેત્રદીપ મેક્સિવિઝન આઇ હોસ્પિટલ - જામનગર દ્વારા પત્રકારોના સ્વાસ્થ્ય અને આંખની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગર પત્રકાર મંડળના સભ્યો માટે એક વિશેષ ’આઇ અવેરનેસ પ્રોગ્રામ’ તથા નિ:શુલ્ક આંખ તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નિષ્ણાત તબીબો દ્વારા ઉપસ્થિત પત્રકાર મિત્રોને આંખની યોગ્ય જાળવણી, વાંચનની સાચી પદ્ધતિ, તેમજ કમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રીનથી આંખોને થતા નુકસાન અને તેના વહેલા નિદાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સાથે આંખના સામાન્ય રોગો અને તેના બચાવ વિશે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં ઉપસ્થિત તમામ સભ્યોને હોસ્પિટલ તરફથી વિશેષ ‘ફેમિલી હેલ્થ કાર્ડ’ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્ડ હેઠળ પત્રકાર પરિવારના કુલ 4 સભ્યો નેત્રદીપ મેક્સિવિઝન આઇ હોસ્પિટલની જામનગર બ્રાન્ચ ખાતે નિ:શુલ્ક આંખ તપાસની સુવિધા મેળવી શકશે.
કાર્યક્રમમાં પત્રકાર મંડળ ના પ્રમુખ ધર્મેન્દ્ર ભાઈ રાવલ, ઉપ પ્રમુખ સંજયભાઈ આઈ.જાની, મંત્રી કિંજલ કારસરિયા,ડો.ચીનમન રંગાણી ( આઇ સર્જન ) નેત્રદિપ મેકિસ વિઝન આઇ હોસ્પીટલ - જામનગર. રાજ શીશાંગીયા માર્કેટિંગ મેનેજર - નેત્રદિપ મેકિસ વિઝન આઇ હોસ્પીટલ - જામનગર અને પત્રકારો ઉપસ્થિત રહયા હતા,કાર્યક્રમને સફળ બનાવવા માટે નેત્રદીપ મેક્સિવિઝન હોસ્પિટલની ટીમ તથા જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારો અને સભ્યોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.