|
SANJ SAMACHAR | Date: 03-09-2026 Thursday | Rajkot |
|
|
શ્રાવણ વદ અગિયારસને સોમવાર તા. 7 સપ્ટેમ્બર ના દિવસે અજા એકાદશી છે આ વર્ષે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અજા એકાદશી છે આથી આ સોમવારનું મહત્વ ઘણું વધી જશે આ દિવસે શિવ ભક્તિ કરવી ઉત્તમ ફળ આપનાર બનશે જીવનની મુસીબતો દૂર થશે.
અજા એકાદશીના દિવસે સવારના વહેલા ઊઠી નીત્ય કર્મ કરી ઘરે શાલીગ્રામની પૂજા કરવી શાલીગ્રામ ઉપર ચંદન ચોખા કરી ત્યારબાદ તુલસીનું પાન ચઢાવવુ અબીલ ગુલાલ કંકુ પધરાવવા આ દિવસે ભગવાનને સૂકી ખારેક ખાસ ધરાવી ત્યારબાદ મહાદેવજી ના મંદિરે જઈ શિવલિંગ ઉપર મહાદેવજીને એક જળનો લોટો ચઢાવવો વસ્ત્ર જનોઈ ચંદન ચોખા કરવા અબીલ ગુલાલ પધરાવા ત્યાર બાદ ૐ નમ: શિવાયની એક માળા કરવી ત્યાર-બાદ પીપળે પાણી રેડવું પીપળાની પ્રદક્ષિણા ફરવી આ દિવસે આખો દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવુ જ બપોરની નિદ્રાનો ત્યાગ કરવો એકાદશીની વ્રત કથા સાંભળવી ભક્તિ અને કીર્તન કરવારાત્રિના 12 વાગ્યા સુધીનુ જાગરણ કરવુ આ દિવસે બ્રાહ્મણ ભોજન કરાવી શકાય.
અજા એકાદશીનો બોધ
ગમે એવો તાકાત વર માણસ હોય પરંતુ સત્ય સામે તેને એક વાર જુકવુ જ પડે છે ગમે તેવી જીવન મા મુસીબત આવી ભગવાનનુ શરણું લેવાથી મુસીબત માથી છુટકારો મળે જ છે.