|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
રાજકોટ, તા.14
રાજકોટ મહાજન પાંજરાપોળનાં વહીવટદારો તથા મેનેજર દ્વારા પર્યુષણ પર્વ ના પાવન પર્વમાં સવંત્સરી પર્વ સમયે દાતાશ્રીઓ તથા સમગ્ર જાહેર જનતાને ક્ષમાપના સાથ મિચ્છામી દુક્કડમ રાજકોટ મહાજનની પાંજરાપોળએ સૌરાષ્ટ્રની નંબર એક અને 132 વર્ષ જુની છે જેની અંદર અંદાજીત 5500 જેટલા નિરાધાર-અંધ-અપંગ-બીમાર-પશુઓ તેમજ પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન છે. હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય ત્યારે પશુની સંખ્યામાં સતત વધારો થઈ રહેલ છે અને આવનારું વર્ષ કપરૂ હોય.
આ પરિસ્થિતિમાં ઘાસચારો વધારે મોંઘો આવતો હોય નાણાંકીય મુશ્કેલી રહે છે. દાનની અપીલ કરવામાં આવે છે. કોર્પોરેશન તથા પોલીસ ખાતુ, સરકારી ખાતા તેમજ એનીમલ હેલ્પલાઈન તથા ગામડેથી આવતા ખેડૂતો અને માલધારીઓ દવારા નિરાધાર પશુઓને અહી મુકવામાં આવે છે.
ફુલ ટાઈમ પશુ ડોકટરો, ઘેંટા-બકરા-ગાય-ભેંશ ના બચ્ચાઓને દૂધની બોટલથી દૂધ પીવડાવી ઉછે2 સંભાળ રખાય છે. ફક્ત ચેક ડિપોઝિટ ખાતા નંબર, રાજકોટ મહાજન પાંજરાપોળ બેન્ક ઑફ ઈન્ડિયા ખાતા નંબર 310110100011392 છે. ફોન નંબર 0281-2457019, 2458976. છે.
વધુ વિગત માટે પાંજરાપોળના મેનેજર ભાવેશભાઈ જલુ 9638433070 નો સંપર્ક કરી શકાય છે. સમગ્ર જાહેર જનતાને આ સમયે અબોલ જીવ માટે રાજકોટમાં મહાજન પાંજરાપોળ માં આશ્રય લેતા અબોલ જીવો માટે દાનની જોળી છલકાવવા માટે શ્રેયાંસભાઈ વિરાણી, કરણભાઈ શાહ, મુકેશભાઈ બાટવીયા, પંકજભાઈ કોઠારી, સુમનભાઈ કામદાર વગેરે દ્વારા અપીલ કરવામાં આવેલ છે.