|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
રાજકોટ, તા.12
ગત તા.29 ઓગષ્ટના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પુનાભાઈ ખોડાભાઈ બાંભવા (રહે રૈયા ગામ)એ ફરિયાદ લખાવેલ કે તેઓ તા.28-8-2026 ના રોજ અટલ સરોવર પાસે બકરા ચરાવતા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો તેમની પાસે આવેલા અને ફરિયાદીને માર મારી ફરિયાદીએ પહેરેલા સોનાના કાનના ડોળીયા કિંમત 90,000 ના તથા એક મોબાઇલ ફોનની લૂંટ કરી આરોપીઓ નાસી ગયા હતા.
જે બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. જેલમાં રહેલા આરોપી ગૌતમ ઉર્ફે કાનો કેશુભાઈ મકવાણા (રહે હનુમાન મઢી પાસે) જેલમાંથી છૂટવા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે, આરોપીઓએ દિન દહાડે ફરિયાદીને માર મારી લૂંટ આચરેલ છે.
આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં તેમજ આરોપીઓ પાસેથી ફરિયાદીના સોનાના કાનના ડોળીયા તથા મોબાઈલ ફોન કબજે થયેલ છે. તેથી પ્રથમ દર્શનીય કેસ હોય તેને જામીન આપવા જોઈએ નહીં. જો તેને જામીન આપવામાં આવશે,
તો તેઓ ફરી પાછા આવા ગુના આચરશે. જામીન અરજી રદ કરવા રજૂઆત કરેલ. તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી જે કાયસ્થએ આરોપી ગૌતમ ઉર્ફે કાનો કેશુભાઈ મકવાણાની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.