|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.14
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લખતર હાઇવે ઉપર આવેલા દેદાદરા ગામના પાટીયા નજીક ગમખવાળા અકસ્માત સર્જાવવા પામ્યો છે આઇસર અને પીકઅપ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.
જેમાં આઇસર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું હતું આ અંગે વઢવાણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ત્યારે આઇસર અને પુરપાટ ઝડપે દોડતી પીકઅપ કાર વચ્ચે અકસ્માત સર્જાતા પીકઅપ કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ મિલનભાઈ કાનજીભાઈ સારોલા રહે લખતર જે આઇસર ચાલક હતા તેમનું ઘટના સ્થળે મોત નીપજવા પામી હતું ત્યારે તેમના મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃતકના પરિવારજનોને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી.
મોડી રાત્રે સર્જાયેલા અકસ્માત બાદ હાઇવે ઉપર ટ્રાફિક જામ પણ સર્જાઈ જવા પામ્યું હતું ત્યારે વઢવાણ પોલીસ તાત્કાલિક ધોરણે ત્યાં દોડી જઇ અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને આગળની તપાસ ગુનો દાખલ કરી અને ત્યારબાદ હાથ ધરવામાં આવી છે.