|
SANJ SAMACHAR | Date: 10-09-2026 Thursday | Rajkot |
|
|
નવી દિલ્હી તા.10
એઆઈ હવે બુદ્ધિમતાની બાબતમાં માણસને પણ પાછળ રાખવા લાગ્યુ છે. એઆઈએ એક 90 વર્ષ જૂનો ગાણિતિક કોયડો 88 કલાકમાં ઉકેલ્યો હતો. સમાધાનને શોધવામાં 17 કલાક લાગ્યા: એઆઈએ કોયડાનું સમાધાન કરતા પતો લગાવ્યો કે કેટલીક ખાસ પરીસ્થિતિઓમાં આ ગણિતીય મોડલમાં તરલની ગતિ એક નિશ્ચિત સમયમાં અનંત થઈ જાય છે.
સમસ્યા પર કામ કરતા હજારો એઆઈ એજન્ટસે પરસ્પર લગભગ 30 લાખ સંદશાનું આદાન-પ્રદાન કર્યું. લગભગ 130 અબજ આઉટપુટ ટોકનનો ઉપયોગ થયો. કંપનીના જીપીટી-6 એસ્ટ્રા મોડલે સમાધાનને તપાસવામાં લગભગ 17 કલાક લગાડયા.
શું હતો અણઉકેલ ગાણિતિક કોયડો: નેવિયર-સ્ટોકસ સમીકરણ એ સમજવામાં મદદ કરે છે કે પાણી, હવા અને અન્ય તરલ પદાર્થો કેવી રીતે વહે છે. આનો પ્રયોગ હવામાનની ભવિષ્યવાણી, વિમાનની ડિઝાઈન, સમુદ્ર અને નદીઓના પાણીના અભ્યાસ અને ત્યાં સુધી કે લોહીના શરીરમાં વહેવાને સમજવામાં પણ કરવામાં આવે છે.
જો કે એક સવાલ વણઉકેલ રહે છે કે શું આ સમીકરણ દરેક સ્થિતિમાં બરાબર કામ કરે છે. કલે મેથેમેટીકસ ઈન્સ્ટીટયુટે વર્ષ 2000માં તેને સાત ‘મિલેનિયન પ્રોબ્લેમ્સ’માં સામેલ કર્યું હતું. દરેક સમસ્યા ઉકેલવા પર 10 લાખ ડોલરના પુરસ્કારની જાહેરાત કરી હતી.