|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
(સાગર સોલંકી દ્વારા)
જુનાગઢ તા.14
એમ.એમ. ઘોડાસરા (જુનાગઢ) મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ, ખાતે એનસીસી વિભાગ દ્વારા પોસ્કો અધિનિયમ અંગે જાગૃતી નિષ્ણાત વ્યાખ્યાન તથા સ્વસ્થ જીવનશૈલી- યોગ્ય આહાર લો, તંદુરસ્ત રહો વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત બોકસો અધિનિયમ અંગે પીએસઆઈ એચ એચ.બી. ચૌધરી, રાજેશ્ર્વરી આમહેડા તથા જયોત્સનાબેન જાજવાડીયા દ્વારા કેડેટસને પોસ્કો અધિનિયમની મુખ્ય જોગવાઈઓ, બાળકોની સુરક્ષા, જાગૃતિ તથા જવાબદાર વર્ણન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ કેડેટ્સને બાળ સુરક્ષા અંગે સજાગ રહીને સમાજમાં પણ જાગૃતિ ફેલાવવા પ્રેરિત કર્યા હતા.
ત્યારબાદ સ્વસ્થ જીવન શૈલી- યોગ્ય આહાર લો, સ્વસ્થ રહો વિષય પર પ્રાધ્યાપક ડો. રેખાબેન કાચડીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સ્વસ્થ આહાર અને સંતુલીત જીવનશૈલીના મહત્વ વિશે કેડેટસને માહિતગાર કર્યા હતા.
અંતે કેડેટસ દ્વારા સ્વસ્થ જીવન શૈલીની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. ડી.એ. ડઢાણીયાના સહયોગ અને માર્ગદર્શનથી સફળતાપૂર્વક યોજાયો હતો. સંચાલન એનસીસી કેડેટ્સ ઓફીસર પ્રા.ડો. પ્રતીક્ષા પટેલની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.