www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિસાવદરનાં સરસઇ ગામે સંત રવિદાસ મહારાજ વિષય પર વ્યાખ્યાન યોજાયું


જિલ્લાનાં 400 શિક્ષકો, સંઘનાં હોદેદારો ઉપસ્થિત રહ્યા

સાંજ સમાચાર

(કૌશિકપરી ગોસ્વામી) 
વિસાવદર, તા.14
સંત રવિદાસ આશ્રમ, સરસઈ (તા. વિસાવદર, જી. જૂનાગઢ) ખાતે સંત શિરોમણી રવિદાસજીના જીવન, વિચારો અને સામાજિક સમરસતાના સંદેશને કેન્દ્રમાં રાખી વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમનું ભવ્ય અને સફળ આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - ગુજરાત પ્રાંત દ્વારા કરવામાં આવ્યું.  કાર્યક્રમમાં વક્તાશ્રી પ્રો. નાથાભાઈ ગોહિલ દ્વારા સંત શિરોમણી રવિદાસજીના જીવનમૂલ્યો, સામાજિક સમરસતા તથા તેમના પ્રેરણાદાયી વિચારો પર સુંદર અને પ્રેરણાત્મક પ્રકાશ પાડવામાં આવ્યો.

આ પ્રસંગે સંતાત્મા મુક્તાનંદબાપુએ રાષ્ટ્ર, સંત પરંપરા, સંત શિરોમણી રવિદાસજી તેમજ શિક્ષણ અને શિક્ષકના મહત્વ અંગે આધ્યાત્મિક સંદેશ અને પ્રેરણાદાયી સુવિચારો વ્યક્ત કર્યા.

આ ભવ્ય કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના આશરે  જેટલા શિક્ષક, ભાઈ-બહેનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - ગુજરાત પ્રાંત તરફથી મહામંત્રી પરેશભાઈ પટેલ, અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ, સહ સંગઠન મંત્રી અનિરૂદ્ધસિંહ સોલંકી, પ્રાથમિક સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, માધ્યમિક સંવર્ગના મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર, પ્રાથમિક વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભાભલુભાઈ વરુ, ઉપાધ્યક્ષ દેવાયતભાઈ ભોળા તથા સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી સુરેશભાઈ ખુમાણ સહિતના પ્રાંત તથા સંભાગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

Print