www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એમ. એસ. ધોનીના ફાર્મ હાઉસમાં નીકળ્યો ખતરનાક કોબ્રા, ભારે અફરાતફરી વચ્ચે સાપ થયો ઈજાગ્રસ્ત


રેસ્ક્યુ દરમિયાન કોબ્રાને સામાન્ય ઈજા થતાં પ્રાથમિક સારવાર અપાઈ, ઘટના સમયે ધોનીનો પરિવાર હાજર ન હતો

સાંજ સમાચાર

રાંચી : રાંચી સ્થિત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ’કૈલાશપતિ’ ફાર્મ હાઉસમાં મંગળવારે એક ખતરનાક કોબ્રા સાપ દેખાતા કર્મચારીઓમાં ભારે અફરાતફરી થઈ ગઈ હતી. સાપ પર નજર પડતાં જ તાત્કાલિક સ્નેક રેસ્ક્યુ એક્સપર્ટ નારાયણ પ્રમાણિકને જાણ કરવામાં આવી હતી. તેમણે ઘટનાસ્થળે પહોંચીને ભારે મુશ્કેલી અને સાવચેતીપૂર્વક કોબ્રાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.

રેસ્ક્યુ કામગીરી દરમિયાન કોબ્રાને સામાન્ય ઈજા પહોંચી હતી, જેના કારણે તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ સાપને કોઈ સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે. રાહતની વાત એ રહી કે ઘટના સમયે ફાર્મ હાઉસમાં ધોની કે તેમના પરિવારનો કોઈ સભ્ય હાજર ન હતો, જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે રાંચીના રિંગ રોડ પર આવેલું ધોનીનું આ ફાર્મ હાઉસ અંદાજે 7 એકરમાં ફેલાયેલું છે. લીલોતરી અને પ્રાકૃતિક વાતાવરણથી ઘેરાયેલા આ ફાર્મ હાઉસમાં વિશાળ જિમ, સ્વિમિંગ પૂલ, ઇન્ડોર સ્ટેડિયમ ઉપરાંત જૈવિક ખેતી પણ કરવામાં આવે છે. સાપ સલામત રીતે પકડાઈ જતાં ફાર્મ હાઉસના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

Print