www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રશિયન મીનીસ્ટર ડેશીંગ પર્સનાલીટી બોલીવુડમાં હોવા જોઈએ : પીયુષ ગોયલ


બ્રીકસ બેઠકમાં હળવી પળો જોવાઈ

સાંજ સમાચાર

નવી દિલ્હી: બ્રીકસ સંમેલનમાં ભાગ લેવા આવેલા રશિયાના વ્યાપાર મંત્રી એન્ટોન યલીખાનોવની ફિલ્મના હીરો જેવી પર્સનાલીટી પર પ્રભાવીત થયા બાદ વ્યાપાર મંત્રી પિયુષ ગોયલે તેને ડેશીંગ રશિયન મીનીસ્ટર તરીકે સંબોધ્યા હતા અને મજાકમાં કહ્યું હતું કે તેઓ બહું જલ્દી બોલીવુડમાં હોઈ શકે છે.

શ્રી ગોયલે જણાવ્યું કે રશિયન મીનીસ્ટર- ખોટા પ્રોફેશનમાં છે તેની આ ડેશીંગ પર્સનાલીટી જોતા તેમાં બોલીવુડમાં હોવા જોઈએ. શ્રી ગોયલે કહ્યું કે મારી રશિયાની મુલાકાત સમયે પણ હું તેમને મળ્યો હતો અને અમો બન્ને ભારત રશિયા વ્યાપાર 100 બીલીયન ડોલર પર લઈ જવા માટે કામ કરી રહ્યા છે જે હાલ 60 બીલીયન ડોલર છે.

Print