www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ - બિયરની 75 બોટલ મળી : આરોપી ફરાર


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.12
મોરબી તાલુકા પોલીસ સ્ટાફ રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં સ્ટાફના નિરવભાઇ, નેહલબેન, તેજાભાઈ, કુલદીપભાઈ વિગેરેને બાતમી મળી હતી કે, મોરબીના પીપળી ગામે વૃંદાવન સોસાયટીમાં રહેતા દિવ્યેશ પ્રભુભાઇ દેકાવાડીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવેલો છે.

જેથી સ્ટાફે મોરબીના પીપળી ગામે વૃંદાવન સોસાયટીમાં રહેતા દિવ્યેશ પ્રભુભાઈ દેકાવાડિયાના રહેણાંક મકાનમાં રેડ કરતા મકાનના બાથરૂમમાંથી જુદી જુદી બ્રાન્ડની નાની-મોટી સાઇઝની કુલ મળીને કાચ અને પ્લાસ્ટિકની 51 બોટલ દારૂ કિંમત રૂપિયા 39,120 તથા બિયરના 24 ટીન કિંમત રૂા.3360 એમ કુલ રૂપિયા 42,480 નો મુદ્દામાલ સ્થળ ઉપરથી મળી આવ્યો હતો.

હાલ ઘરધણી દિવ્યેશ પ્રભુ દેકાવડીયા સ્થળ ઉપરથી મળી આવેલ ન હોય તેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આર્મ્સ એક્ટમાં ધરપકડ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2022 માં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં આરોપી ફરાર હોય અને દરમિયાનમાં તે આરોપી એમપી ખાતે જીવલેણ હુમલાના કેસમાં પકડાયેલો હોય ત્યાંની જેલમાંથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આર્મ્સ એકટના ગુનામાં અંકિત ઉર્ફે સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંહ ચૌહાણ (24) રહે. ભરતસિંહ કા પુરા ગોપી ગામ સિહોનિયા પોસ્ટ ઓડા જીલ્લો મુરેના મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને બાદમાં કોર્ટમાં રજૂ કરી પુન: તેને એમપીની મુરેના જેલ હવાલે કરાયો હતો.તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

લૂંટના ગુનામાં ધરપકડ
મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડવાનું કહેવામાં આવેલ તે વાતનો રોષ રાખીને હોટલ, મકાન, બ્યુટી પાર્લર, એકટીવા, રીક્ષા સહિતના વાહનો ઉપર તોડફોડ કરી હોટલના ગલ્લામાંથી રૂપિયા છ હજારની લૂંટ ચલાવવામાં આવી હતી.જે બનાવમાં ફરિયાદ નોંધાતા ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અને તે બનાવમાં તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા મુકેશ કરશનભાઈ પરમાર (35) રહે.રફાળેશ્વર તાલુકો જીલ્લો મોરબી ની ધરપકડ કરવામાં આવી હતી.તેમ તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે.

Print