|
SANJ SAMACHAR | Date: 25-06-2026 Thursday | Rajkot |
|
|
અમદાવાદઃ
ગુજરાતના દરેક ખૂણામાં રહેલી પ્રતિભાને એક મંચ આપવા અને નવી પેઢીને જ્ઞાન તથા સ્પર્ધાત્મક ભાવના તરફ પ્રેરિત કરવા માટે 'ગુજરાત ફર્સ્ટ' ન્યૂઝ ચેનલ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
'કોણ બનશે ગુજરાતનો જીનિયસ?' માત્ર એક ક્વિઝ સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતના તેજસ્વી મગજોને સમગ્ર રાજ્ય સમક્ષ પોતાની બુદ્ધિ, જ્ઞાન, તર્કશક્તિ અને હાજરજવાબીપણું સાબિત કરવાની સુવર્ણ તક છે.
આ કોન્ટેસ્ટમાં રાજકારણ, સરકારી યોજનાઓ, સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ, ઇતિહાસ, વિજ્ઞાન, રમતગમત અને સંસ્કૃતિ જેવા રસપ્રદ વિષયો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. આ વિશેષ કાર્યક્રમ દર અઠવાડિયે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રસારિત કરવામાં આવશે.
કેવી રીતે ભાગ લઈ શકાશે?
આ પ્રતિષ્ઠિત કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રસ ધરાવતા સ્પર્ધકો ગુજરાત ફર્સ્ટના વોટ્સએપ નંબર 99251 25133 પર "HII" લખીને કોન્ટેસ્ટની લિંક મેળવી શકે છે. આ ઉપરાંત, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ પર દર્શાવવામાં આવતા QR કોડને સ્કેન કરીને પણ સીધા જ આ ક્વિઝ કોન્ટેસ્ટમાં જોડાઈ શકાશે.
આ ભવ્ય ક્વિઝ કોન્ટેસ્ટમાં માત્ર પ્રતિષ્ઠા જ નહીં, પરંતુ સ્પર્ધકોના ઉત્સાહને વધારવા માટે તમામ રાઉન્ડમાં આકર્ષક ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી છે. વિજેતા બનનારા સ્પર્ધકોને સ્માર્ટ વોચ, સ્માર્ટ ફોન, લેપટોપ અને દેશ-વિદેશના શાનદાર ટૂર પેકેજ જેવા મોંઘા ઇનામો એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમ ગુજરાતની જ્ઞાનશક્તિને ઉજાગર કરવાનો અને સમગ્ર રાજ્યને જ્ઞાનના એક નવા મહોત્સવ સાથે જોડવાનો એક ભગીરથ પ્રયાસ છે.
1. પ્રથમ તબક્કો (ડિજિટલ ક્વિઝ : સ્પર્ધકે નિયત સમયમર્યાદામાં 30 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. મહત્તમ સાચા જવાબ આપનારા આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય થશે.
2. બીજો તબક્કો (બઝર બૂલેટ રાઉન્ડ) : પસંદ થયેલા સ્પર્ધકોને ગુજરાત ફર્સ્ટના અદ્યતન સ્ટુડિયોમાં બઝર રાઉન્ડ માટે આમંત્રિત કરાશે, જ્યાં વધુ રોમાંચક પ્રશ્નોત્તરી થશે.
3. અંતિમ તબક્કો (મહાસંગ્રામ - હોટ સીટ) : શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધક હોટ સીટ પર પહોંચશે. અહીં વન-ટુ-વન પ્રશ્નોત્તરીના આધારે વિજેતાને 'ગુજરાતનો જીનિયસ' જાહેર કરાશે.